|
ગુજરાત વિશ્વકોશ શ્રેણીના
૨૫મા
ખંડમાં ‘હક, ઝિયા-ઉલ‘થી ‘હવાંગ‘
સુધીનાં અધિકરણો છે. એ ગ્રંથના લેખોની સંખ્યા ૭૪૫ થાય છે. જેમાં ૨૦૫ માનવવિદ્યાનાં, ૨૬૮ વિજ્ઞાનનાં અને ૨૭૪ સમાજવિદ્યાનાં અધિકરણો છે. આ ગ્રંથની શબ્દસંખ્યા છ લાખ જેટલી થવા જાય છે. ૩૪૮ લઘુ-ચરિત્રો, ૫૦૦ ચિત્રો-આકૃતિઓ, ૧૨ વ્યાપ્તિલેખો, અને ૮
અનૂદિત લેખો છે. આ ગ્રંથમાં ૧૩૬ લેખકોનો સહકાર પ્રાપ્ત થયો છે.
 |
|
૨૫મા
ખંડનું વિમોચન
કરતા શ્રી
મોરારિબાપુ, સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી
નરેન્દ્રભાઈ મોદી, શ્રી ગુણવંત શાહ,
શ્રી
શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ વગેરે |
આ ગ્રંથમાં વિવિધ રસ અને
રુચિને પોષે
તેવાં અધિકરણો છે. હક ઝિયા-ઉલ, હકીકત, હજ, હજારી ગલગોટા,
હજારે
અણ્ણા, હઝારિકા ભૂપેન, હટન લેન, હઠયોગ, હડતાળ, હડપ્પા, હતાશા, હથોડી, હનુમાન, હન્ટર કમિશન, હમીરપુર, હમ્પી, હમ્મુરબી, હરકુંવર શેઠાણી, હરડે, હરદ્વાર, હરાજી, હરિકેન,
હરિજનપત્રો,
હરિદાસ સ્વામી, હરિપુરા,
કૉંગ્રેસ અધિવેશન, હરિયાળી ક્રાંતિ,
હરિઃૐ આશ્રમ, હરેરામ હરેકૃષ્ણ સંપ્રદાય, હળપતિ, હંગલ
ગંગુબાઈ, હંગેરી, હાઈકુ, હાઇડ્રોજન અને તેને લગતા લેખો, હાથ બોમ્બ , હાથી, હિમાલય, હિરણ્યગર્ભ, હેગડે રામકૃષ્ણ, હેબતુલ્લા નજમા, હોન્ડુરાસ, હેમચંદ્રાચાર્ય, હિબ્રુભાષા અને સાહિત્ય, હિંદી ભાષા અને સાહિત્ય,
હૉલિવુડ, હોલોગ્રાફી,
હૉસ્પિટલ ફાર્મસી, હેલોજન અને તેને લગતા લેખો, હેમામાલિની, હેમંતકુમાર,
હૉકી અને આઇસહૉકી, હેત્વભાસો,
હૅનોઈ
હૂણ, હૂંડિયામણ
વિદેશી, હીરા અને હીરાઉદ્યોગ,
હુ ચિંતાઓ વગેરે.
ગુજરાતી વિશ્વકોશનો
૨૫મો ગ્રંથ અંગ્રેજી સાહિત્ય, સમાજશાસ્ત્ર અને ગ્રંથાલય વિજ્ઞાનમાં અનુસ્નાતકની
પદવીઓ મેળવીને નિવૃત્તિકાળ સુધી જૂનાગઢ કેમ્પસમાં આવેલ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ ગ્રંથપાલ તરીકે તેમજ ગુજરાત ગ્રંથાલય સેવાસંઘના પ્રમુખ તરીકે સેવા આપનાર શ્રી કાન્તિભાઈ ઠાકરને અર્પણ કર્યો છે. ૨૦૦૯માં
સંત શ્રી મોરારિબાપુના હસ્તે આ ગ્રંથનું વિમોચન
થયું
હતું. |