ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યાશ્રેણી:


ઓગણીસમી સદીનું ગુજરાતી સાહિત્ય

ઓગણીસમી સદીનું ગુજરાતી સાહિત્ય

ઓગણીસમી સદીનો સાહિત્યનાં ઘણાંબધાં પાનાં આજ સુધી વણખૂલ્યાં રહ્યાં છે.ઓગણીસમી સદીના કેટલાક લેખકો, તેમનાં પુસ્તકો, સામયિકો ઉપરાંત સમાજ, શિક્ષણ વ્યવસ્થા, સંસ્થાઓ વગેરે વિશે આ પુસ્તકમાં વિગતે વાત કરવામાં આવી છે.



કુલ પાનાં : ૧૩૬
પહેલી આવૃત્તિ ૨૦૧૬
શ્વેત અને શ્યામ ચિત્રો ૨૭
કિંમત રૂપિયા ૧૩૦/-
પ્રવાસન ઉદ્યોગ

પ્રવાસન ઉદ્યોગ

પ્રવાસન ઉદ્યોગ વિશેના આ વ્યાપક અને સર્વગ્રાહી પુસ્તકમાં પ્રવાસનના પ્રારંભેથી અત્યાર સુધીની વિગતો વિસ્તૃત રીતે આલેખવામાં આવી છે.



કુલ પાનાં : ૨૦૦
પહેલી આવૃત્તિ ૨૦૧૭
શ્વેત અને શ્યામ ચિત્રો ૯૧
રંગીન ચિત્રો ૬
કિંમત રૂપિયા ૨૦૦/-
કવિતા અને દર્શન

કવિતા અને દર્શન

કવિતા અને દર્શન વિશેનું આ પુસ્તક ભારતીય સંત-કવિતામાં પ્રગટતાં દર્શનની વાત કરે છે. કાવ્ય અને દર્શન બંનેએ આપણા દેશની પ્રજાના માનસજીવનને પોતપોતાની રીતે સમૃદ્ધ કર્યું છે, ત્યારે ભારતની જુદી જુદી દાર્શનિક વિચારધારાઓ રાવ્યપાત્રમાં કઈ રીતે ઝિલાય છે તેનો આલેખ કવિતા અને દર્શનમા મળે છે.



કુલ પાનાં : ૨૦૮
પહેલી આવૃત્તિ ૨૦૧૯
કિંમત રૂપિયા ૨૦૦/-
મમ્મી ! તું આવી કેવી ?

મમ્મી ! તું આવી કેવી ?

ગુજરાતી ભાષા આપણા જીવનમાંથી ખોવાઈ જાય તો શું થાય એની એક ઝલક આપતું આ નાટક છે.રંગભૂમિ ઉપર આ નાટકની સુંદર ભજવણી થઈ છે. ધીરુબહેન પટેલનું આ એક ઉત્તમ નાટક છે.



કુલ પાનાં : ૭૬
પહેલી આવૃત્તિ ૨૦૧૪
કિંમત રૂપિયા ૭૦/-
પૃથ્વીનો ભૂસ્તરીય ઈતિહાસ

પૃથ્વીનો ભૂસ્તરીય ઈતિહાસ

આ પુસ્તકમાં ૪૬૦ કરોડ વર્ષ લાંબા કાળગાળાનો સમાવેશ, પૃથ્વીની ઉત્પત્તિ, ક્રમશ: ઘટેલી ઘટનાઓ, ઊથલપાથલો, ખંડીય આકારિકીમાં વખતોવખત થતા રહેલા ફેરફારો, જીવનનો પ્રાદુર્ભાવ, વિકાસ, ઉત્ક્રાંતિ તેમજ વિલોપ જેવી બાબતોનો સમાવેશ કર્યો છે.



કુલ પાનાં : ૧૬૫
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો ૫૨
રંગીન ચિત્રો ૨૬
કિંમત રૂપિયા ૧૬૦/-
વાસ્તવવાદી નાટક

વાસ્તવવાદી નાટક

આ ગ્રંથમાં વાસ્તવવાદના અર્થથી શરૂ કરીને તેનો ઇતિહાસ, યુરોપની રંગભૂમિ, વાસ્તવવાદી નાટ્યકારો, દિગ્દર્શકો, સેટ્સ-લાઈટ્સના કલા કસબીઓ વગેરે વિશે ઉત્તમ લેખો લખાયાં છે. વળી સાથે-સાથે પ્રતીકવાદી નાટક, બ્રિટિશ રંગભૂમિ, અભિવ્યક્તિવાદ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.



કુલ પાનાં : ૪૨૨
પહેલી આવૃત્તિ ૨૦૧૫
શ્વેત અને શ્યામ ચિત્રો ૧૦૦
કિંમત રૂપિયા ૪૦૦/-
મેઘનાદ સહા

મેઘનાદ સહા

પ્રસિદ્ધ ખગોળભૌતિક વિજ્ઞાની મેઘનાદ સહાના જીવન અને કાર્યની વિસ્તૃત વિગતો આ પુસ્તકમાં મળે છે. તેમના જીવનનાં અનેક પાસાંઓની વિગતો અહીં આલેખાયેલી છે.



કુલ પાનાં : ૯૨
પહેલી આવૃત્તિ ૨૦૧૪
શ્વેત અને શ્યામ ચિત્રો ૨૫
કિંમત રૂપિયા ૮૦/-
સપનાનાં સોદાગર

સપનાનાં સોદાગર

આ પુસ્તકમાં મુંબઈ મહાનગરના વિકાસમાં યોગદાન આપનાર ચરિત્રોની કથા છે. ગુજરાતના સાહસિકોએ દાખવેલાં અપ્રતિમ સાહસનો માર્મિક ચિતાર આ ચરિત્રોમાંથી મળી રહે છે. મુંબઈ મહાનગરના વિકાસમાં પ્રાણ પુરનારા ગુજરાતી મહાનુભાવોની આ કથા માત્ર દસ્તાવેજી ચિત્રણ જ નથી બલ્કે નવી પેઢીને પ્રેરણા આપનારી મુંબઈના વિકાસની યશોગાથા છે.



કુલ પાનાં : ૧૫૨
પહેલી આવૃત્તિ ૨૦૧૩
શ્વેત અને શ્યામ ચિત્રો ૨૮
કિંમત રૂપિયા ૧૪૦/-
માનવ જનીનવિજ્ઞાન

માનવ જનીનવિજ્ઞાન

વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો, વિકસતા વિજ્ઞાનનો પરિચય અહીં આલેખાયો છે. સરળ ભાષામાં આ માહિતી મૂકી છે.



કુલ પાનાં : ૨૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૨
શ્વેત અને શ્યામ ચિત્રો ૨૫
રંગીન ચિત્રો ૨
કિંમત રૂપિયા ૨૫૦/-
ઊર્જા

ઊર્જા

આ પુસ્તકમાં ઊર્જાની સમજ અને સમસ્યાઓ, ઊર્જાના વિવિધ સ્રોતો, જીવાશ્મી ઈંધણો તેમ જ ન્યૂક્લિયર ઊર્જા, સૌર-ઊર્જા, જળ-ઊર્જા, ભરતીજન્ય ઊર્જા, પવન-ઊર્જા, સમુદ્ર-ઊર્જા, ભૂતાપીય પાવર વિશેની વિસ્તૃત જાણકારી આપી છે. આ ઉપરાંત જીવભાર ઊર્જા, હાઇડ્રોજન ઊર્જા, પુનઃપ્રાપ્ય ઊર્જાની રજૂઆત કરીને વિશ્વના તથા ભારતના ઊર્જા પરિર્દશ્યની માહિતી પણ આપી છે.



કુલ પાનાં : ૧૧૨
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો ૧૪
રંગીન ચિત્રો ૧૮
કિંમત રૂપિયા ૧૦૦/-
હિંદી મહાસાગર

હિંદી મહાસાગર

આ પુસ્તકમાં લેખકે હિંદી મહાસાગરનાં અને પાસાં આવરી લીધાં છે. સંસ્કૃતિના સંદર્ભમાં હિંદી મહાસાગર વિશેના પૌરાણિક ઉલ્લેખોથી શરૂ કરૂને પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય દેશોના સાગરખેડુઓની સફરો, પૃથ્વીના ઇતિહાસની ઝાંખી, ખંડોનું પ્રવહન અને તેની આકારિકી, પડોશીદેશોની પ્રાચીન પ્રજાઓ, મૌર્યકાળ-ક્ષત્રપકાળ-ગુપ્તકાળ સમયના ઉલ્લેખો મળે છે.



કુલ પાનાં : ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો
રંગીન ચિત્રો ૪૦
કિંમત રૂપિયા ૨૦૦/-
વિશ્વનું શિલ્પ – સ્થાપત્ય

વિશ્વનું શિલ્પ – સ્થાપત્ય

ભારત તેમજ નજીકના પૂર્વીય દેશો, ઈજિપ્ત, ગ્રીક, રોમન, બાયઝેન્ટાઈન, રોમનેસ્ક, ગોથિક, નવજાગૃતિ, રીતિવાદી, બરોક, પરદેશમાં ભારતીય શૈલી, ગુજરાત અને મુસ્લિમ ઉપરાંત આધુનિક વિશ્વની શિલ્પકલા અને સ્થાપત્યકલાની ખૂબ સુંદર રજૂઆત આ પુસ્તકમાં થઈ છે.



કુલ પાનાં : ૨૦૦
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો ૧૫૬
રંગીન ચિત્રો ૪૦
કિંમત રૂપિયા ૨૦૦/-
જાંબુડિયા રંગનું ફૂલ અને બીજાં

જાંબુડિયા રંગનું ફૂલ અને બીજાં

મહેન્‍દ્ર અમીને આ નાટકોનો અનુવાદ કર્યો છે. આ પુસ્‍તકમાં લુઇજી, પિરાન્‍દેલો એન્તૉન, ચેખૉવ, વિલિયમ્‍સ સારોયાન, પૉલ ઓબરમૅન અને ફર્નાન્‍દો અરાબલ જેવા નાટ્યકારોનાં નાટકોનાં ગુજરાતી ભાષાંતરો – રૂપાંતરો છે.



કુલ પાનાં : ૯૬
પહેલી આવૃત્તિ ૨૦૦૯
કિંમત રૂપિયા ૮૦/-
તળની બોલી

તળની બોલી

ઉત્તર ગુજરાતમાં આવેલ દૉતોર પરગણું અને તેની આજુ બાજુના વિસ્‍તારની જાતિ અને તેના હુન્‍નર, સાધનોની વિગત, પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો તેમજ શબ્‍દાવલી અહીં સંશોધન રૂપે આલેખાયાં છે. શ્રીદલપત ચૌહાણ તેના લેખક છે.



કુલ પાનાં : ૧૫૫
પહેલી આવૃત્તિ ૨૦૦૯
કિંમત રૂપિયા ૧૩૦/-
શહીદ વિનોદ કિનારીવાલા

શહીદ વિનોદ કિનારીવાલા

સ્વતંત્રતાની લડતમાં જીવનનું બલિદાન આપનાર શહીદ વિનોદ કિનારીવાલાનું ચરિત્ર છે. આ પુસ્તકમાં વીર વિનોદ કિનારીવાલાનું જીવનકાર્ય આલેખાયું છે. જેના લેખક શ્રી બીપીન જેઠાલાલ સાંગણકર છે.



કુલ પાનાં : ૮૯
પહેલી આવૃત્તિ ૨૦૦૭
કિંમત રૂપિયા ૮૦/-
શબ્દનું સખ્ય

શબ્દનું સખ્ય

ગુજરાતી સાહિત્ય, રંગભૂમિ,વિશ્વકોશ આદિ વિશે ડૉ.ધીરુભાઈ ઠાકરના વિવેચનલેખોનો સંગ્રહ



કુલ પાનાં : ૨૪૪
પહેલી આવૃત્તિ ૨૦૦૭
કિંમત રૂપિયા ૨૦૦/-
તરસ્યા મલકનો મેઘ

તરસ્યા મલકનો મેઘ

જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા સમર્થ નવલકથાકાર પન્નાલાલ પટેલની પ્રા. મણિલાલ પટેલે લખેલી જીવનકથાનું આ પુસ્તક છે.



કુલ પાનાં : ૧૭૨
પહેલી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૫૦/-
ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર

ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર

ભૂમિતિનાં વિવિધ પાસાંનો પરિચય આપતું આ પુસ્તક છે. આ પુસ્તકના લેખકો શ્રી અરુણભાઈ વૈદ્ય અને શ્રી શિવપ્રસાદ જાની છે. ભૂમિતિ તર્કબદ્ધ વિચાર કરવાની શિસ્ત કેળવવામાં પાયારૂપ ગણાય છે. ગણિતની જાણકારી સુલભ બનાવવામાં પણ ભૂમિતિ અગત્યનો ભાગ ભજવે છે તે આ પુસ્તક દ્વારા જાણી શકાય છે.



કુલ પાનાં : ૧૦૪
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૮૦/-
લિપિ

લિપિ

લિપિની શોધ માનવસંસ્કૃતિના વિકાસનું એક મોટું સોપાન છે. વિવિધ દેશકાળમાં પ્રચલિત લિપિસ્વરૂપનો સરળ અને શાસ્ત્રીય પરિચય આ પુસ્તકમાં છે. આ પુસ્તકના લેખિકા શ્રી ભરતીબેન શેલેત છે. લિપિના વિકાસનાં સોપાનો, વર્ગીકરણ, વર્ણમાળાઓની વિશ્વ અને ભારતના સંદર્ભમાં વૈજ્ઞાનિક માહિતી આપતું પ્રકાશન છે.

કુલ પાનાં : ૮૦
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૭૦/-
આપણાં રાષ્ટ્રીય પ્રતીકો

આપણાં રાષ્ટ્રીય પ્રતીકો

શિક્ષણનું એક પ્રયોજન નવી પેઢીમાં રાષ્ટ્રીય અસ્મિતા પ્રગટ કરવી તે છે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પક્ષી - આ તમામ અંગોની અધિકૃત માહિતી દ્વારા વાચકને રાષ્ટ્રીય વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક પરંપરાનો સમ્યક પરિચય કરાવવાનો છે. એ દષ્ટિએ આપણાં રાષ્ટ્રીય પ્રતીકોનું મહત્ત્વ તથા તેનો ઇતિહાસ દર્શાવતું આ પુસ્તક જેના લેખક પ્રા રક્ષાબહેન વ્યાસ છે.

કુલ પાનાં : ૯૮
પહેલી આવૃત્તિ ૨૦૦૫
બીજી આવૃત્તિ ૨૦૦૯
રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૮૦/-
લોકવિદ્યા-પરિચય

લોકવિદ્યા-પરિચય

ગુજરાતના સંદર્ભમાં લોકવિદ્યાનો પરિચય આપતું પુસ્તક. જેના લેખક શ્રી હસુભાઈ યાજ્ઞિક છે. આ પુસ્તકમાં લોકવિદ્યાનાં પાયાનાં મૂળભૂત તત્ત્વોનો પરિચય આપવાનો પ્રયત્ન છે. શ્વેત-શ્યામ અને રંગીન ચિત્રો આ પુસ્તકમાં જોવા મળે છે.

કુલ પાનાં : ૧૨૪
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૧૦૦/-
જનીનવિજ્ઞાન (Genetics)

જનીનવિજ્ઞાન (Genetics)

‘જનીનવિજ્ઞાન’ની બુનિયાદી સમજ માટેનો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું પુસ્તક. આ પુસ્તકના લેખક શ્રી જે. પી. ત્રિવેદી છે. આ પુસ્તકમાં જીવવિજ્ઞાનના સાંપ્રત પ્રવાહોનો આછો નિર્દેશ કરેલ છે.

કુલ પાનાં : ૬૪
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૬૦/-

  ખરીદ સંપર્ક

ઉપલા પાના નંબર પર ક્લિક કરીને પાનું ફેરવો