Gujarati Vishwakosh Trust Gujarati Vishwakosh Trust

| વિશ્વકોશ ટ્રસ્ટનાં અન્‍ય પ્રકાશનો 

Print This Page

Print This Page

Mail This Page

Mail This Page

 

 

ગાંધીચરિત

     'ગાંધીજીનો અક્ષરદેહ' ના સંપાદક અને ઊંડા અભ્યાસી શ્રી ચી. ના. પટેલે લખેલું મહાત્મા ગાંધીજીનું પ્રમાણભૂત અદ્યતન ચરિત્ર છે. તેનાં ૧૫૦ પૃષ્ઠો છે. આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ છે. આ પુસ્તકમાં ગાંધીજીના જુદા જુદા સમયની તસવીરો છે. વળી તેમાં ગાંધી વંશવૃક્ષ પણ મૂકવામાં આવ્યું છે.

Gandhicharit
કુલ પાનાં
ચિત્રો ૨૮
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૧૯૯૮
ત્રીજી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તસવીરો
કિંમત રૂપિયા ૧૨૦.૦૦

પૂછપરછ 

કૅન્સર 

    કૅન્સર વિશે અધિકૃત અને તલસ્પર્શી માહિતી આપતા છવ્વીસ જેટલા નિષ્ણાત તબીબોના સહયોગથી તૈયાર થયેલું પુસ્તક. તેનું સંપાદન ડૉ. શિલીન નં. શુક્લએ કર્યું છે. આ પુસ્તકની ચોથી આવૃત્તિ થઈ  છે. કૅન્સર  એટલે શું ? તેની સારવાર અને લગભગ છત્રીસ પ્રકારનાં કૅન્સર  વિશેની સચિત્ર માહિતી આમાં છે. પુસ્‍તકની પાછળ તેમાં વપરાયેલી પરિભાષા પણ મૂકવામાં આવી છે. ૩૯૪ પૃષ્ઠમાં આ પુસ્તક વિશે વિસ્‍તૃત માહિતી મળે છે.

Cancer
કુલ પાનાં ૪૧૨
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૧૯૯૬
ત્રીજી આવૃત્તિ ૧૯૯૮
ચોથી આવૃત્તિ ૨૦૦
પાંચમી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૧૫૦.૦૦

પૂછપરછ 

   

નાટક દેશવિદેશમાં

નાટક અને રંગભૂમિ વિશેની સર્વગ્રાહી માહિતી આપતો વીસ તજ્ જ્ઞોના લેખોનો સંચય; જેમાં નાટક, નાટ્યપ્રવૃત્તિ, નાટ્યગૃહો, નાટ્યનિર્માણ, અભિનય, લોકનાટ્ય, રંગકસબ અને નાટકનું ભાવન અને વિવેચન વિશેના સચિત્ર લેખો છે. ૨૬૩ પૃષ્ઠમાં નાટક અને રંગભૂમિ વિશેની માહિતી વાંચવા મળે છે.

Natak Desh Videsh
કુલ પાનાં ૨૬૩
પહેલી આવૃત્તિ ૨૦૦૨
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૩૦.૦૦

પૂછપરછ 

ભારત : પ્રતિભા અને પરિદર્શન

     ભારતનાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, કલા, રાજકારણ, ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું સમગ્ર દર્શન કરાવતા પ્રતિષ્ઠિતજ્ જ્ઞોના લેખો ધરાવતો ૭૦૦ પૃષ્ઠનો ગ્રંથ છે. શ્વેત-શ્યામ ઉપરાંત અહીં અપાયેલાં અનેક રંગીન ચિત્રો આ ગ્રંથનું આકર્ષણ છે.

Bharat: Pratibha & Paridarshan
કુલ પાનાં ૭૦૦
પહેલી આવૃત્તિ ૨૦૦૩
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૫૦૦.૦૦

પૂછપરછ 

   

સિદ્ધાંતસારનું અવલોકન

     મણિલાલ દ્વિવેદી કૃત ‘સિદ્ધાંતસાર’ વિશેના મણિશંકર રત્નજી ભટ્ટે પત્રો રૂપે કરેલાં અવલોકનોનું ડૉ. ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન છે.

Siddhantasarnu Avlokan
કુલ પાનાં ૮૦
પહેલી આવૃત્તિ ૧૯૨૦
બીજી આવૃત્તિ ૨૦૦
કિંમત રૂપિયા ૭૦.૦૦

પૂછપરછ 

નાટ્યતાલીમના નેપથ્યે

     નાટ્યકલા અને નાટ્યશિક્ષણ સાથે નિસબત ધરાવનારને આ પુસ્તક ઉપયોગી થાય તેમ છે. ડૉ. ધીરુભાઈ ઠાકરે આ પુસ્તકને બે વિભાગમાં વહેંચી આપ્યું છે. પહેલા ભાગમાં નાટ્યતાલીમની વાત છે તો બીજા ભાગમાં વક્તવ્યો છે. ૧૪૦ પૃષ્ઠમાં સરસ માહિતી મળે છે.
કર્મયોગી સ્વ.સાંકળચંદભાઈ પટેલ જીવનઘડતર ગ્રંથશ્રેણી

Natak Talim Nepthey
કુલ પાનાં
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત-શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦.૦૦

પૂછપરછ 

   

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતીકોશ)

     ગુજરાતના ૧૮૫૭થી ૧૯૪૭ સુધીના ૪૨૧૨ સ્વાતંત્ર્યસૈનિકોની માહિતી ધરાવતો કોશ છે. ૬૦૦ પૃષ્ઠમાં આ ગ્રંથ વહેંચાયેલો છે. અહીં આપેલી માહિતી કક્કાવારી પ્રમાણે ગોઠવી છે. વળી પાછળ જે લોકો જેલમાં જઆવેલા છે અને જેમની માહિતી મળતી નથી તેમની યાદી પણ મૂકી છે. યાદી જિલ્લા પ્રમાણે છે. ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકોની તસવીર પણ અહીં મૂકેલ છે. આ પુસ્તકનું સંપાદન ડૉ. જયકુમાર ર. શુકલે કર્યું છે.

Gujaratna Swatantya Sainiko Mahitikosh
કુલ પાનાં ૬૦૪
પહેલી આવૃત્તિ ૧૯૯
બીજી આવૃત્તિ ૨૦૦૮
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૪૫૦.૦૦

પૂછપરછ 

ભૂકંપ : માહિતી અને ઘટના

     ભૂકંપનું વિજ્ઞાન, તેનો ઇતિહાસ અને તેનાથી દુનિયા અને ખાસ કરીને ગુજરાતમાં વેરાયેલા વિનાશની રજૂઆત આ પુસ્તકમાં થ છે. આ પુસ્તકમાં વિનાશક ભૂકંપની રંગીન તસવીરો મૂકવામાં આવી છે. આ પુસ્તકના લેખક શ્રી જી. બી. પંડ્યા છે.

Bhukamp Mahiti & Gatana
કુલ પાનાં ૧૨૭
પહેલી આવૃત્તિ ૨૦૦૧
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૬૦.૦૦

પૂછપરછ 

   

વિરલ વિભૂતિ વિક્રમ સારાભાઈ

     મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈના જીવન અને સિદ્ધિઓની રજૂઆત કરતી જીવનકથા. પુસ્તકની પાછળ થોડી તસવીરો ધ્યાન ખેંચે તેવી છે. જેના લેખક પ્રા. પી. સી. પટેલ છે.

Viral Vibhuti Vikram Sarabhai
કુલ પાનાં ૧૨૦
પહેલી આવૃત્તિ ૨૦૦૧
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૨૦.૦૦

પૂછપરછ 

મેઘાણીચરિત

     ઝવેરચંદ મેઘાણીના જીવન અને સર્જનનો પરિચય આપતો અભ્યાસગ્રંથ છે. આ પુસ્તકના લેખક શ્રી કનુભાઈ જાની છે.

Meghanicharit
કુલ પાનાં ૧૦૪
પહેલી આવૃત્તિ ૨૦૦૨
પુનમુદ્રણ ૨૦૦૬
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

   

પ્રવાસી પિરામિડનો

     બ્રાઝિલિયન લેખક પાઉલો કોએલ્હોની નવલકથા ‘ધી એલ્કેમિસ્ટ’નો ડૉ.ધીરુભાઈ ઠાકરે કરેલો સારાનુવાદ

Pravasi Pyramid
કુલ પાનાં ૨૩
પહેલી આવૃત્તિ ૨૦૦૬
કિંમત રૂપિયા ૨૦.૦૦

પૂછપરછ 

ગુજરાતી રંગભૂમિ :  રિદ્ધિ અને રોનક

     જૂની ગુજરાતી રંગભૂમિનો સિલસિલાબંધ ઇતિહાસ અને તેની ઉપલબ્ધિઓ વિશે સચિત્ર માહિતી આપતા આ દળદાર ગ્રંથનું સંપાદન ડૉ. મહેશ ચોકસી અને શ્રી ધીરેન્દ્ર સોમાણીએ કર્યું છે.

Gujarati Rangbhumi Riddhi & Ronak
કુલ પાનાં ૫૮
પહેલી આવૃત્તિ ૨૦૦૪
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૪૫૦.૦૦

પૂછપરછ 

   

લોકશાહી

     ભારતના સંદર્ભમાં ‘લોકશાહી’ રાજ્યપદ્ધતિનો સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી પરિચય કરાવતું પુસ્તક. જેના લેખક પ્રા. રક્ષાબહેન વ્યાસ છે. શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યાશ્રેણી

Lokshahi
કુલ પાનાં ૭૨
પહેલી આવૃત્તિ ૨૦૦૫
કિંમત રૂપિયા ૬૦.૦૦

પૂછપરછ 

જનીનવિજ્ઞાન (Genetics)

     ‘જનીનવિજ્ઞાન’ની બુનિયાદી સમજ માટેનો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતું પુસ્તક. આ પુસ્તકના લેખક શ્રી જે. પી. ત્રિવેદી છે. આ પુસ્તકમાં જીવવિજ્ઞાનના સાંપ્રત પ્રવાહોનો આછો નિર્દેશ કરેલ છે.

Janin Vigyan
કુલ પાનાં ૬૪
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૬૦.૦૦

પૂછપરછ 

   

લોકવિદ્યા-પરિચય

     ગુજરાતના સંદર્ભમાં લોકવિદ્યાનો પરિચય આપતું પુસ્તક. જેના લેખક શ્રી હસુભાઈ યાજ્ઞિક છે. આ પુસ્તકમાં લોકવિદ્યાનાં પાયાનાં મૂળભૂત તત્ત્વોનો પરિચય આપવાનો પ્રયત્ન છે. શ્વેત-શ્યામ અને રંગીન ચિત્રો આ પુસ્તકમાં જોવા મળે છે.

Lokvidhya Parichay
કુલ પાનાં ૧૨૪
પહેલી આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૧૦૦.૦૦

પૂછપરછ 

આપણાં રાષ્ટ્રીય પ્રતીકો

     શિક્ષણનું એક પ્રયોજન નવી પેઢીમાં રાષ્ટ્રીય અસ્મિતા પ્રગ કરવી તે છે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય પક્ષી - આ તમામ અંગોની અધિકૃત માહિતી દ્વારા વાચકને રાષ્ટ્રીય વ્યક્તિત્વ અને સાંસ્કૃતિક પરંપરાનો સમ્યક પરિચય કરાવવાનો છે. એ દષ્ટિએ આપણાં રાષ્ટ્રીય પ્રતીકોનું મહત્ત્વ તથા તેનો ઇતિહાસ દર્શાવતું આ પુસ્તક જેના લેખક પ્રા રક્ષાબહેન વ્યાસ છે.

Apana Rashtriya Pratiko
કુલ પાનાં ૯૮
પહેલી આવૃત્તિ ૨૦૦૫
બીજી આવૃત્તિ ૨૦૦૯
રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

   

લિપિ

     લિપિની શોધ માનવસંસ્કૃતિના વિકાસનું એક મોટું સોપાન છે. વિવિધ દેશકાળમાં પ્રચલિત લિપિસ્વરૂપનો સરળ અને શાસ્ત્રીય પરિચય આ પુસ્તકમાં છે. આ પુસ્તકના લેખિકા  શ્રી ભરતીબેન શેલેત છે. લિપિના વિકાસનાં સોપાનો, વર્ગીકરણ, વર્ણમાળાઓની વિશ્વ અને ભારતના સંદર્ભમાં વૈજ્ઞાનિક માહિતી આપતું પ્રકાશન છે.

Lipi
કુલ પાનાં ૮૦
પહેલી આવૃત્તિ ૨૦૦
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૭૦.૦૦

પૂછપરછ 

ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર :

    ભૂમિતિનાં વિવિધ પાસાંનો પરિચય આપતું આ પુસ્તક છે. આ પુસ્તકના લેખકો શ્રી રુણભાઈ વૈદ્ય અને શ્રી શિવપ્રસાદ જાની છે. ભૂમિતિ તર્કબદ્ધ વિચાર કરવાની શિસ્ત કેળવવામાં પાયારૂપ ગણાય છે. ગણિતની જાણકારી સુલભ બનાવવામાં પણ ભૂમિતિ અગત્યનો ભાગ ભજવે છે તે આ પુસ્તક દ્વારા જાણી શકાય છે.

Bhumiti
કુલ પાનાં ૧૦૪
પહેલી  આવૃત્તિ ૨૦૦૫
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

   

તરસ્યા મલકનો મે

      જ્ઞાનપીઠ પારિતોષિકવિજેતા સમર્થ નવલકથાકાર પન્નાલાલ પટેલની પ્રા. મણિલાલ પટેલે લખેલી જીવનકથાનું આ પુસ્તક છે.

Tarsya Malakno Megh
કુલ પાનાં ૧૭૨
પહેલી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૫૦.૦૦

પૂછપરછ 

શબ્દનું સખ્ય

     ગુજરાતી સાહિત્ય, રંગભૂમિ,વિશ્વકોશ આદિ વિશે ડૉ.ધીરુભાઈ ઠાકરના વિવેચનલેખોનો સંગ્રહ

Shabdhanu Sakhya
કુલ પાનાં ૨૪૪
પહેલી  આવૃત્તિ ૨૦૦૭
કિંમત રૂપિયા ૨૦૦.૦૦

પૂછપરછ 

   

શહીદ વિનોદ કિનારીવાલા

     સ્વતંત્રતાની લડતમાં જીવનનું બલિદાન આપનાર શહીદ વિનોદ કિનારીવાલાનું ચરિત્ર છે. આ પુસ્તકમાં વીર વિનોદ કિનારીવાલાનું જીવનકાર્ય આલેખાયું છે. જેના લેખક શ્રી બીપીન જેઠાલાલ સાંગણકર છે.



Shahid Vinod Kinaribala
કુલ પાનાં ૮૯
પહેલી આવૃત્તિ ૨૦૦૭
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

ગુજરાત

     ગુજરાતનાં વિવિધ પાસાંઓ પર૬૬ તજ્ જ્ઞોના અદ્યતન માહિતી આપતા લેખોનો સંચય. જેમાં ભૂગોળ, પર્યાવરણ, ઇતિહાસ, સમાજ, અર્થતંત્ર, શાસનતંત્ર, રાજકીય પક્ષો, શિક્ષણ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી, ધર્મ અને સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને સાહિત્ય, લલિતકલાઓ, સમૂહ માધ્યમો, રમતગમત અને યુવાપવૃત્તિ જેવા વિષયો ઉપર ૫૬૬ પૃષ્ઠમાં સચિત્ર માહિતી મૂકવામાં આવી છે.

Gujarat
કુલ પાનાં ૫૬૬
પહેલી આવૃત્તિ ૧૯૯૫
બીજી આવૃત્તિ ૨૦૦૦
ત્રીજી આવૃત્તિ ૨૦૦
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો
કિંમત રૂપિયા ૪૦૦.૦૦

પૂછપરછ 

   

Gujarat

     It’s a compilation of articles contributed by experts of different subjects like geography, environment, history, sociology, economy, administration, politics, education, science and technology, religion and philosophy, Gujarati language and literature, fine arts, mass media, games and sports, youth activities etc. All these subjects pertaining to Gujarat have been covered with precision and authenticity in 587 pages.

Gujarat
કુલ પાનાં ૫૮૭
પહેલી આવૃત્તિ ૨૦૦૭
શ્વેત અને શ્યામ તથા રંગીન ચિત્રો 
કિંમત રૂપિયા ૬૫૦.૦૦

પૂછપરછ 

હસ્તપ્રતવિજ્ઞાન

લેખક શ્રી ડૉ.જયન્ત પ્રે. ઠાકરે આ પુસ્તકમાં હસ્તપ્રત વિશેની ભૂમિકા રજૂ કરીને પ્રાચીન ભારતીય લિપિઓ, પ્રાચીન ભારતીય લેખનસામગ્રી, લહિયાઓ, હસ્તપ્રતો, ભ્રષ્ટ પાઠોની સમીક્ષા તેમજ સમીક્ષિત આવૃત્તિઓની સમસ્યાઓ અંગે અતિ મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન રજૂ કર્યું છે.


Haspratvigyan
કુલ પાનાં ૧૮
પહેલી આવૃત્તિ ૨૦૦૬
કિંમત રૂપિયા ૨૦૦.૦૦

પૂછપરછ 

   

વિશ્વકોશવિમર્શ

     વિવિધ ભાષાઓમાં વિશ્વકોશની રચના તેમજ સ્વરૂપ, પ્રકાર અને સામગ્રી વિશેના નિષ્ણાતોના અભિગમો અને તેની ગતિવિધિનો સ્પષ્ટ ખ્યાલ આપતું પ્રકાશન. જેનું સંપાદન શ્રી પ્રીતિ શાહે કર્યું છે.

Vishwakoshvimarsh
કુલ પાનાં ૨૪૦
પહેલી આવૃત્તિ ૨૦૦૧
કિંમત રૂપિયા ૧૨૦.૦૦

પૂછપરછ 

જતીન્‍દ્ર-વિશેષ

     ગુજરાતી વિશ્વકોશના શુભેચ્છકમિત્ર શ્રી જતીન્‍દ્ર આચાર્યે શ્રી અરવિંદના મહાકાવ્‍ય સાવિત્રીનું હાર્દ રજૂ કરતા અંશોનું ગુજરાતી ભાષાંતર તથા એમનું અન્‍ય સાહિત્‍ય

Jatindra Vishesh
કુલ પાનાં ૨૪૮
પહેલી આવૃત્તિ ૨૦૦૮
કિંમત રૂપિયા ૨૦૦.૦૦

પૂછપરછ 

   

અભિનેય નાટકો

     ૩૬૦ ગુજરાતી નાટકોની રંગસૂચિ. તેમાં નાટકનું નામ, અંકસંખ્‍યા, દ્દશ્યો, પાત્રસંખ્‍યા તેમજ નાટકની રજૂઆત અંગેની વિગતો આપેલી છે. આ પુસ્તકના લેખક ડૉ. ધીરુભાઈ ઠાકર છે.

Abhinay Natako
કુલ પાનાં ૧૯૧
પહેલી આવૃત્તિ ૧૯૫૮
બીજી આવૃત્તિ ૨૦૦૮
કિંમત રૂપિયા ૧૫૦.૦૦

પૂછપરછ 

તળની બોલી

     ઉત્તર ગુજરાતમાં આવેલ દૉતોર પરગણું અને તેની આજુ બાજુના વિસ્‍તારની જાતિ અને તેના હુન્‍નર, સાધનોની વિગત, પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો તેમજ શબ્‍દાવલી અહીં સંશોધન રૂપે આલેખાયાં છે. શ્રીદલપત ચૌહાણ તેના લેખક છે.

Tal ni Boli
કુલ પાનાં ૧૫૫

પહેલી આવૃત્તિ ૨૦૦૯

કિંમત રૂપિયા ૧૩૦.૦૦

પૂછપરછ 

   

રેલવેની વિકાસગાથા

     આ પુસ્‍તકમાં રેલવે, એન્જિનો, કોચ, વૅગનો, અન્‍ય સાધનસામગ્રી ઉપરાંત વિશ્વની રેલવેનો અને વિશેષ કરીને ભારતની રેલવેનો તથા ગુજરાતની રેલવેનો વિકાસી આલેખાયો છે. રેલમાર્ગોની કેટલીક જાણવાલાયક રસપ્રદ માહિતી પણ અહીં આપવામાં આવી છે આ પુસ્તકના લેખક જિગીશ દેરાસરી છે.

Railway Vikas Gatha
કુલ પાનાં ૧૨૮

રંગીન

ચિત્રો

૧૬

પહેલી

આવૃત્તિ
૨૦૦૯

શ્વેત અને શ્યામ ચિત્રો
કિંમત રૂપિયા ૧૦૦.૦૦

પૂછપરછ 

ગુજરાતી ગ્રંથસૂચિ(૨૦૦૬)

     ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલા ૧૧૬૮ જેટલાં પુસ્‍તકોની યાદી મૂકી છે. આ સૂચિને કર્તાસૂચિ, ગ્રંથનામસૂચિ, અને વિષયસૂચી પ્રમાણે વર્ગીકરણ કરીને ગોઠવી છે. આ પુસ્તકના લેખક ડૉ. આબેદા કાજી છે.

Gujarati Granth Suchi 2006
કુલ પાનાં ૧૭૬

પહેલી આવૃત્તિ ૨૦૦૯

કિંમત રૂપિયા ૧૫૦.૦૦

પૂછપરછ 

   

ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭)

     ૨૦૦૭ના વર્ષમાંપ્રકાશિત થયેલાં ૮૬૧ જેટલાં પુસ્‍તકોની સૂચિ, આ સૂચિને ૧૪ વિષયોમાં વર્ગીકૃત કરી છે. કર્તાસૂચિ, ગ્રંથ નામ સૂચિ અને વિષયસૂચિ પણ આપી છે. ઉપરાંત ૧૩૬ જેટલાં પુસ્‍તકો બાળસાહિત્‍યની સૂચિમાં મૂક્યાં છે.

Gujarati Granth Suchi 2007
કુલ પાનાં ૧૬૮

પહેલી આવૃત્તિ ૨૦૦૯

કિંમત રૂપિયા ૧૫૦.૦૦

પૂછપરછ 

જાંબુડિયા રંગનું ફૂલ અને બીજાં

     મહેન્‍દ્ર અમીને આ નાટકોનો અનુવાદ કર્યો છે. આ પુસ્‍તકમાં લુઇજી, પિરાન્‍દેલો એન્તૉન, ચેખૉવ, વિલિયમ્‍સ સારોયાન, પૉલ ઓબરમૅન અને ફર્નાન્‍દો અરાબલ જેવા નાટ્યકારોનાં નાટકોનાં ગુજરાતી ભાષાંતરો – રૂપાંતરો છે.

Jambudiya Rang nu Ful ane Bija
કુલ પાનાં ૯૬
પહેલી આવૃત્તિ ૨૦૦૯

કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

   

ડાયનોસૉર

     આ પુસ્‍તકમાં પૃથ્‍વીના પટ પર અતીતમાં થઈ ગયેલા વિશાળકાય સરીસૃપોના સમૂહ ‘ડાયનોસૉર‘ની વિસ્‍તૃત માહિતી આપી છે. ડાયનોસૉરના ઉદયથી શરૂકરીને તેની ઉત્‍ક્રાંતિ, તેના વિવિધ પ્રકારો, તેના જીવાવશેષના પુરાવા અને તેની જાળવણી વિશેની માહિતી પણ અહીં વાંચવા મળે છે.  આ પુસ્તકના લેખક પ્રવીણસાગર સત્યપંથી છે.

Daynosar
કુલ પાનાં ૧૧૦
રંગીન ચિત્રો ૩૦
શ્વેત અને શ્યામ ચિત્રો
પહેલી આવૃત્તિ ૨૦૦૯
કિંમત રૂપિયા ૧૦૦.૦૦

પૂછપરછ 

વસન્તસૂચિ

     વસન્ત માસિકના સંવત-1958-59થી સંવત 1994-95 એટલેકે 37 વર્ષના પ્રાપ્ય અંકોની સૂચિનું પુસ્તક છે. એમાં અર્થશાસ્ત્ર, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ, પ્રકીર્ણ, મૃત્યુનોંધ, રાજકારણ, વિજ્ઞાન, શિક્ષણ, સમાજશાસ્ત્ર, સંગીત અને સાહિત્ય એમ વિવિધ વિષયોના લગભગ 3691 જેટલા લેખો વિશેની માહિતી મળે છે.

Vasantsuchi
કુલ પાનાં ૨૬૫
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦.૦૦

પૂછપરછ 

   

સંખ્ચાઓની સૃષ્ટિ

     આ પુસ્તકમાં સંખ્યાઓના જગતની પ્રાથમિક માહિતી, સંખ્યાના ક્રમબદ્ધ વિકાસ ઉપરાંત ગણ, સંમેય, સંખ્યાગણ, વાસ્તવિક સંખ્યાગણની વિગતે વાત કરી છે. વળી સંકર સંખ્યાઓ, વરિષ્ઠ સંખ્યાઓ તેમ જ વાસ્તવિક સંખ્યાઓની અભિવ્યક્તિ, સંખ્યાગણિતનાં કેટલાંક પાંસાઓ અને ડાયોફ્રેન્ટાઈન સમીકરણોની ચર્ચા પણ કરી છે.

Sankhyao ni shrusti
કુલ પાનાં ૭૯
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

વિશ્વનું શિલ્પ – સ્થાપત્ય

     ભારત તેમજ નજીકના પૂર્વીય દેશો, ઈજિપ્ત, ગ્રીક, રોમન, બાયઝેન્ટાઈન, રોમનેસ્ક, ગોથિક, નવજાગૃતિ, રીતિવાદી, બરોક, પરદેશમાં ભારતીય શૈલી, ગુજરાત અને મુસ્લિમ ઉપરાંત આધુનિક વિશ્વની શિલ્પકલા અને સ્થાપત્યકલાની ખૂબ સુંદર રજૂઆત આ પુસ્તકમાં થઈ છે.

Vishvanu-shilp-sthapatya
કુલ પાનાં ૨૦૦
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો્તિ ૧૫૬
રંગીન ચિત્રો  ૪૦
કિંમત રૂપિયા ૨૦૦.૦૦

પૂછપરછ 

   

રતિ-વિરતિ

     રતિલાલ જોગીએ લખેલી ગઝલોનો સંગ્રહ છે.

Rati-Vrati
કુલ પાનાં ૮૭
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૮૦.૦૦

પૂછપરછ 

જ્ઞાનાંજન – 1

     2006ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માનવવિદ્યા વિષયને લગતાં વ્યાખ્યાનો છે.

Gayananjan-1
કુલ પાનાં ૨૨૪
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૭૦.૦૦

પૂછપરછ 

   

જ્ઞાનાંજન –2

     2006ના એપ્રિલ મહિનાથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાનવિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કર્યું. તે અંતર્ગત અપાયેલા વ્યાખ્યાનોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં સમાજવિદ્યા અને વિજ્ઞાન વિષયને લગતાં વ્યાખ્યાનો છે.

Gayananjan-2
કુલ પાનાં ૨૭૧
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૨૫૦.૦૦

પૂછપરછ 

સત્યની મુખોમુખ

     નોબેલ પુરસ્કાર વિજેતા ચિલીના કવિ પાબ્લો નેરુદાનાં સ્મરણો ‘memoirs’નો ગુજરાતી અનુવાદ ‘સત્યની મુખોમુખ’નામે ડૉ. ધીરુભાઈ ઠાકરે કર્યો છે. મૂળ સ્પેનિશ ભાષામાં લખાયેલ આ પુસ્તકનો અનુવાદ જગતની સંખ્યાબંધ ભાષાઓમાં થયેલો છે.

Satyani Mukhomukh
કુલ પાનાં ૩૬૦
પહેલી આવૃત્તિ ૨૦૧૦
કિંમત રૂપિયા ૩૦૦.૦૦

પૂછપરછ 

   

હિંદી મહાસાગર

     આ પુસ્તકમાં લેખકે હિંદી મહાસાગરનાં અને પાસાં આવરી લીધાં છે. સંસ્કૃતિના સંદર્ભમાં હિંદી મહાસાગર વિશેના પૌરાણિક ઉલ્લેખોથી શરૂ કરૂને પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય દેશોના સાગરખેડુઓની સફરો, પૃથ્વીના ઇતિહાસની ઝાંખી, ખંડોનું પ્રવહન અને તેની આકારિકી, પડોશીદેશોની પ્રાચીન પ્રજાઓ, મૌર્યકાળ-ક્ષત્રપકાળ-ગુપ્તકાળ સમયના ઉલ્લેખો મળે છે.

Hindi-Mahasagar
કુલ પાનાં ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો્તિ
રંગીન ચિત્રો 
કિંમત રૂપિયા ૨૦૦.૦૦

પૂછપરછ 

પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ

     આ પુસ્તકમાં પૃથ્વીની ઉત્પત્તિથી શરૂ કરીને પૃથ્વી પરનાં વિવિધ આવરણો, પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ, ખંડીય આકારિકી અને પ્રવહન, ભૂતક્તી-સંચલન, મધ્ય મહાસાગરીય ડુંગરધારો, સમુદ્રતળનું વિસ્તરણ અને ગિરિનિર્માણની વિવિધ ક્રિયાઓ તેમજ હિમીભવન અને હિમયુગો ઉપરાંત કેટલીક પ્રકીર્ણ માહિતી યોગ્ય ઉદાહરણો, સારણીઓ, નકશાઓ, આકૃતિઓ તેમજ રંગીન ચિત્રોની મદદથી વિસ્તૃતપણે આપવામાં આવી છે.

Prithvino-Bhustariya-Itihas
કુલ પાનાં ૧૬૮
પહેલી આવૃત્તિ ૨૦૧૦
શ્વેત અને શ્યામ ચિત્રો્તિ
રંગીન ચિત્રો 
કિંમત રૂપિયા ૧૬૦.૦૦

પૂછપરછ 

   
 

Top ^

 
 
 
 

Our Publications

 

Gujarati Vishwakosh

 

Vishwa Vihar

 

Other Publication

 

© 2010 Gujarat Vishwakosh Trust, All Rights Reserved
Disclaimer | Privacy Policy

Home | Feedback | Contact us | Sitemap
Site Designed & Developed By Cybersurf