|
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં જ
૧૫૦ જેટલી બેઠકો ધરાવતું શ્રી હીરાલાલ ભગવતી
સભાગૃહ છે, જે સંપૂર્ણ વાતાનુકૂલિત છે. સભાગૃહમાં
સંગીત, વ્યાખ્યાન, પરિસંવાદ, નાટક જેવાં વિવિધ
કાર્યક્રમો થાય છે. આ સભાગૃહ શહેરની મધ્યમાં આવેલું
છે. અત્યાર સુધીમાં બીજી અનેક સંસ્થાઓએ પણ અહીં
પોતાના કાર્યક્રમો રજૂ કર્યા છે. વળી આ સભાગૃહ
અદ્યતન
દ્દશ્યશ્રાવ્યની સુવિધા પણ ધરાવે છે. અનેક
લોકો-ખાસ કરીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો આ ભવનની
મુલાકાતે આવે છે.
 |
|
શ્રી હીરાલાલ ભગવતી
સભાગૃહ |
સભાગૃહમાં દર મહિનાના ત્રીજા
અને ચોથા બુધવારે સાંજે ૫ વાગ્યે
જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણીને ઉપક્રમે વ્યાખ્યાન યોજવામાં આવે છે.
છેલ્લાં બે વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. તેમાં
ગુજરાતની વિવિધ ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને
વિશ્વકોશ ટ્રસ્ટ વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ
પાઠવે છે.
આમ
અનેકવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિથી આ
સભાગૃહ પણ ધમધમતું રહે છે. |