ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ (encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી 'એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા'ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ ટ્રસ્ટ

ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર માટે તેમજ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ કાર્યરત છે. વિશ્વકોશ એ એક પ્રજાકીય સાહસ અને વિદ્યાકીય પ્રયાસ છે.

ગુજરાતી વિશ્વકોશ

170 વિષયોને આવરી લેતાં 24,000થી અધિક અધિકરણો

સાંપ્રત કાર્યક્રમો

શ્રી ભદ્રંકર વિદ્યાદીપ જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી

સહરાથી સપ્તર્ષિ | ઉદય ઠક્કરની કાવ્યયાત્રા | કવિતાનું નાટ્યપઠન, સંગોષ્ઠિ અને સંગીતમય રજૂઆત | પ્રસ્તુતિ : અમર ભટ્ટ, અર્ચન ત્રિવેદી અને ઉદય ઠક્કર | પ્રાસંગિક : કુમારપાળ દેસાઈ | શનિવાર,  13-12-2025 – સાંજે 5-30 |

10 December 2025

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

વિષય : કવિશ્રી સુન્દરમનું  `અનુસ્વાર અષ્ટક’ | વક્તા : શ્રી રતિલાલ બોરીસાગર – ડૉ. પિંકી પંડ્યા 11 ડિસેમ્બર 2025, ગુરુવાર | સમય : સાંજના 5-00

10 December 2025

વિશ્વસંસ્કૃતિપર્વ

શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી ઍવૉર્ડ અર્પણ સમારોહ સણોસરાની લોકભારતી યુનિવર્સિટીના ચન્સેલર શ્રી અરુણ દવેને | વક્તવ્ય : શ્રી રાજેન્દ્ર ખીમાણી, શ્રી નિરંજના કલાર્થી | 4 ડિસેમ્બર, 2025, ગુરુવાર : સાંજના 5-30

27 November 2025

વાચન સમૃદ્ધિ

તાઇપેઈ

ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ 1949થી તે એક સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે અસ્તિત્વ […]

અધિકરણ

ગુજરાતી વિશ્વકોશ

ફિલિપ વૉરન ઍન્ડરસન

જ. 13 ડિસેમ્બર, 1923 અ. 29 માર્ચ, 2020 અમેરિકાના પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી ફિલિપ ઍન્ડરસનનો જન્મ ઇન્ડિયાનાપોલિસ, ઇન્ડિયાના, યુ.એસ.માં થયો હતો. તેમના પિતા હેરી વૉરન ઍન્ડરસન ઇલિનૉય વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર હતા. 1940માં અર્બાનાની શાળામાં અભ્યાસ કર્યો. માઇલ્સ હાર્ટલે નામના ગણિતશિક્ષકના પ્રોત્સાહનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં પૂર્ણ છાત્રવૃત્તિ અંતર્ગત અધ્યયન માટે પ્રવેશ મેળવ્યો. 1943માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1945માં બીજા વિશ્વયુદ્ધની […]

લેખ

વ્યક્તિ વિશેષ

પ્રતિકૂળતા સાથે દોસ્તી

યુવાવસ્થામાં ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થનારા રિચર્ડ એટનબરોના મનમાં ગાંધીજી પર એક ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો. પોતાના આ વિચારને સાકાર કરવા માટે અવિરત પ્રયત્ન આદર્યો. મહાત્મા ગાંધીજીના જીવન પર ચલચિત્રનું નિર્માણ કરવા માટે અભ્યાસ, આયોજન, પાત્રવરણી, સેટિંગ્સ જેવી બાબતોમાં ઝીણવટ દાખવી. આ ફિલ્મનિર્માણમાં ખાસ્સાં વીસ વર્ષ વીતી ગયાં. આને માટે પચાસ વખત ભારતનો પ્રવાસ ખેડવો પડ્યો. […]

લેખ

પ્રસંગમાધુરી

ખેમચંદ પ્રકાશ

જ. 12 ડિસેમ્બર, 1907 અ. 10 ઑગસ્ટ, 1950 ‘ફિલ્મ સંગીતનો પ્રકાશપુંજ’ કહેવાતા હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીતકાર, ખેમચંદ પ્રકાશનો જન્મ બ્રિટિશ સમયના રાજપૂતાનાના બિકાનેર રાજ્યના સુજાનગઢમાં થયો હતો. તેમના પિતાજી દ્રુપદ સંગીતના જાણકાર અને કથક નૃત્યશૈલીના પણ જાણકાર હોવાથી ખેમચંદજીને પણ બાલ્યકાળથી જ તેનું અનેરું આકર્ષણ હતું. પિતાજીની જેમ તેમણે પણ બિકાનેરના રાજદરબારમાં અને ત્યારપછી નેપાળના […]

લેખ

વ્યક્તિ વિશેષ

હરિયાણા

ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. તે ૨૭O ૩૫´થી ૩૦O ૫૫´ ઉ. અ. અને ૭૪O ૨૦´થી ૭૭O ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેનો વિસ્તાર ૪૪,૨૧૨ ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વમાં દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તરપ્રદેશ તથા દક્ષિણ અને પશ્ચિમમાં રાજસ્થાન રાજ્યો આવેલાં છે. તેની વસ્તી લગભગ 3,09,36,000 (2025, આશરે) […]

અધિકરણ

ગુજરાતી બાળવિશ્વકોશ

સુબ્રમણ્યમ્ ભારતી

જ. 11 ડિસેમ્બર, 1882 અ. 11 સપ્ટેમ્બર, 1921 તમિળના પ્રસિદ્ધ લેખક, કવિ, સંગીતકાર અને પત્રકાર સુબ્રમણ્યમ્ ભારતીનો જન્મ તમિળનાડુના એટ્ટાયપુરમમાં થયો હતો. પિતા ચિન્નાસ્વામી ઐયર અને માતા લક્ષ્મી અમ્મલ. તેમણે પાંચ વર્ષની ઉંમરે માતાની અને અગિયાર વર્ષની ઉંમરે પિતાની  છત્રછાયા ગુમાવી. પ્રારંભિક શિક્ષણ તિરુનેલવેલીમાં થયું પછી વારાણસી ગયા. ત્યાં તેમણે હિંદુ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને […]

લેખ

વ્યક્તિ વિશેષ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ - પરિચય અને પ્રવૃત્તિ

બધા વિષયોનો જ્ઞાનસ્રોત પૂરો પાડે એવા વિશ્વકોશ(encyclopedia)ની ઊણપ સ્વરાજ આવ્યા પછી પચાસ વર્ષ થયાં છતાં પુરાઈ નહિ. આ ખોટ પૂરવાના હેતુથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની રચના થઈ અને અંગ્રેજી ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ના જેવો સર્વસંગ્રાહક (general) વિશ્વકોશ તૈયાર કરવાનો ટ્રસ્ટે સંકલ્પ કર્યો.

વિશ્વકોશ જ્ઞાન અને કલાને વરેલું પ્રજાના સાંસ્કૃતિક ઉત્કર્ષનું કાર્ય કરે છે. વિશ્વકોશભવનમાં શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારને ઉપકારક વિવિધ પ્રવૃત્તિકેન્દ્રો સ્થપાયા છે. અત્યારનું વિશ્વકોશભવન ૨૦૦૫માં નિર્માણ પામ્યું.

વિશ્વકોશની પ્રવૃત્તિ બે વિભાગમાં વહેંચાયેલી છે. એક, જ્ઞાનશાખા જેને ઉપક્રમે વિવિધ કોશો – વિષયવાર, વિદ્યાશાખાવાર, પરિભાષા વગેરેને અનુલક્ષીને તૈયાર કરવાનું કાર્ય ચાલે છે અને બીજી પ્રવૃત્તિમાં લલિતકલા શાખા અંતર્ગત સંગીત, નાટ્ય, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કલાઓની વિવિધ સમયના અંતરે રજૂઆત થાય છે.

મહાનુભાવોના મંતવ્યો